કયામતના દિવસે મારી ભલામણનો હકદાર સૌથી વધારે તે હશે, જેણે દિલથી અને નિખાલસતા સાથે "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહ્યું હશે...
અબુ હુરૈરહ રઝી. થી રિવાયત કરે છે, તેમણે કહ્યું: કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ! કયામતના દિવસે તમારી ભલામણનો સૌથી વધારે હકદાર કોણ હશે? નબી ﷺ એ કહ્યું: «હે અબૂ હુરૈરહ ! મને ખબર હતી કે તમારાથી પહેલા મને આ સવાલ કોઈ નહીં કરે, કારણકે હું જોઉ છું કે તમે હદીષ પ્રત્યે કેટલા ઉત્સાહિત છો, કયામતના દિવસે મારી ભલામણનો હકદાર સૌથી વધારે તે હશે, જેણે દિલથી અને નિખાલસતા સાથે "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહ્યું હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે સૌથી વધારે તેમની ભલામણનો હકદાર તે હશે જેણે સાચા દિલથી, નિખાલસતા સાથે કહ્યું: "લા ઇલાહ ઇલ્લલ્લાહ" અર્થાત્ અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી, અને તે શિર્ક અને રિયાકારી (દેખાડા) થી બચીને રહે.
Hadeeth benefits
કયામતના દિવસે નબી ﷺ ભલામણ કરશે, અને તે ફક્ત એકેશ્વરવાદી લોકોને જ પ્રાપ્ત થશે.
અલ્લાહ સમક્ષ નબી ﷺ ની ભલામણ તે તૌહીદ પરસ્ત બંદાઓ માટે જેઓ જહન્નમના હકદાર હશે, અને જહન્નમમાં દાખલ થવાથી રોકવા માટે અથવા જે લોકો દાખલ થઈ ગયા છે, તેમને તેમાંથી કાઢવા માટે હશે.
નિખાલસતા સાથે સાચા દિલથી અલ્લાહ માટે કહેવામાં આવેલ તૌહીદના કલિમાની મહત્વતા અને તેનો ભવ્ય ફાયદો..
તૌહીદના કલિમોને શીખવાનો અર્થ એ કે તેનો અર્થ જાણવો અને તેના પર અમલ કરવો.
આ હદીષમાં અબૂ હુરૈરહ રઝી. ની મહત્વતા કે તેઓ હદીષ શીખવા બાબતે કેટલા ઉત્સાહિત હતા.
Share
Use the QR code to easily share the message of Islam with others