The Encyclopedia of Ar-Rahman's Guests

Selected material for Pilgrims and Um-rah teaching it in languages of the world

Selected content

સંક્ષિપ્તમસ્જિદે નબવીની ઝિયારતના કેટલાક આદાબ અને આદેશો
સંક્ષિપ્તમસ્જિદે નબવીની ઝિયારતના કેટલાક આદાબ અને આદેશો
આ સંક્ષિપ્ત પુસ્તિકા ઉમરહ માટેની જરૂરી બાબતો તેમજ તેના આદેશો અને આદાબ વિશે છે
આ સંક્ષિપ્ત પુસ્તિકા ઉમરહ માટેની જરૂરી બાબતો તેમજ તેના આદેશો અને આદાબ વિશે...
સફર કરવાના આદાબ અને આદેશો વિષે આ એક સંક્ષિપ્ત કિતાબચો છે
સફર કરવાના આદાબ અને આદેશો વિષે આ એક સંક્ષિપ્ત કિતાબચો છે
વધુ

Selected Quranic verses

૨૦૨. આ તે લોકો છે જેમના માટે તેઓના કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા નજીકમાંજ તેમનો હિસાબ આપી દેશે.
[અલ્ બકરહ] • 202
૯૭. જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, (જેમાંથી એક) મકામે ઇબ્રાહીમ છે, તેમાં જે આવી જાય સુરક્ષિત થઇ જાય છે, અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે.
[આલિ ઇમરાન] • 97
૯૫. હે ઈમાનવાળાઓ! તમે અહેરામની સ્થિતિમાં હોવ તો શિકાર ન કરો, જે વ્યક્તિ તમારા માંથી જાણી જોઇને કતલ કરશે તો તેના પર ફિદયો આપવો જરૂરી છે, જે શિકાર કરેલ જાનવર બરાબર હોવું જોઇએ, જેનો નિર્ણય તમારા માંથી બે ભરોસાપાત્ર વ્યક્તિ કરશે, અને તે જાનવર કઅબતુલ્લાહ પાસે કુરબાન કરવામાં આવે, અથવા થોડાક લાચારોને ખવડાવવું, અથવા તેના બરાબર રોઝા રાખવા, તેનો કફફારો છે, આ એટલા માટે કે પોતાના કામની સજા ચાખે, જે કંઈ આ આદેશ પહેલા થઈ ગયું, તેને અલ્લાહએ માફ કરી દીધું અને જે કોઈ હવે કરશે તો અલ્લાહ તઆલા તેને સજા આપશે અને અલ્લાહ વિજયી છે અને બદલો લેવાની તાકાત ધરાવે છે.
[અલ્ માઇદહ] • 95
૧૯. શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તેના વ્યક્તિના કામ જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે અને અલ્લાહના માર્ગમાં જિહાદ કરે? અલ્લાહની નજીક તેઓ સમાન નથી, અને જાલીમોને અલ્લાહ હિદાયતનો માર્ગ નથી બતાવતો.
[અત્ તૌબા] • 19
૩૭. અલ્લાહ તઆલાની પાસે કુરબાનીનું માંસ નથી પહોંચતું, ન તેમનું લોહી, પરંતુ તેની પાસે તો તમારો તકવો પહોંચે છે, આવી જ રીતે અલ્લાહ તઆલાએ તે ઢોરોને તમારા વશમાં કરી દીધા છે. જેથી અલ્લાહએ તમને જે માર્ગદર્શન આપ્યો છે, (તેનો આભાર માનતા) તેની પ્રશંસાનું વર્ણન કરો અને (હે નબી!) સદાચારી લોકોને ખુશખબર આપી દો.
[અલ્ હજ્] • 37
વધુ

Selected prophetic hadiths

અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «ત્રણ વ્યક્તિ પરથી કલમ ઉઠાવી લેવામાં આવી છે, સૂતેલા વ્યક્તિ પરથી, જ્યાં સુધી તે જાગી ન જાય, બાળક પરથી જ્યાં સુધી તે બાલિગ (પુખ્ત વય) ન થઈ જાય, અને પાગલ વ્યક્તિ પરથી જ્યાં સુધી તેનામાં બુદ્ધિ ન આવી જાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અમ્ર બિન શુએબ તેઓ તેમના પિતા અને તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «જ્યારે તમારું બાળક સાત વર્ષનું થઈ જાય તો તેને નમાઝ પઢવાનો આદેશ આપો, અને જો દસ વર્ષનું થઇ જાય તો તેમને નમાઝમાં ગફલત કરવા પર મારો અને તેમની પથારી પણ અલગ અલગ કરી દો».
હસન
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉમર બિન ખત્તાબ રઝી. રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺએ કહ્યું: «વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે, મારો બંદો નફિલ કાર્યો વડે મારી નિકટતા પ્રાપ્ત કરતો રહે છે, અહીં સુધી કે હું તેની સાથે મોહબ્બત કરવા લાગુ છું, અને જ્યારે હું તેની સાથે મોહબ્બત કરું છું, તો તેના પરિણામરૂપે હું તેનો કાન બની જાઉં છું, જેના વડે તે સાંભળે છે, હું તેની આંખો બની જાઉં છું, જેના વડે તે જુએ છે, અને તેનો હાથ બની જાઉં છું, જેના વડે તે સ્પર્શ કરે છે, અને તેના પગ બની જાઉં છું, જેના વડે તે ચાલે છે, જો તે મારી પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો હું જરૂર તેને આપું છું, અને જો કોઈ વસ્તુથી મારી પાસે પનાહ માંગે છે તો હું તેને જરૂર આશરો આપું છું, મને કોઈ કાર્ય કરવામાં એટલી ખચકાટ નથી, જેટલું મને એક મોમિનના પ્રાણ લેતી વખતે થાય છે, જે મોતને નાપસંદ કરે છે, અને મને તેને દુ:ખ આપવું નાપસંદ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
વધુ