{૨૦૨. આ તે લોકો છે જેમના માટે તેઓના કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા નજીકમાંજ તેમનો હિસાબ આપી દેશે.} (અલ્ બકરહ
: 202).
[سورة البقرة
] • 202
أُوْلَٰٓئِكَ لَهُمۡ نَصِيبٞ مِّمَّا كَسَبُواْۚ وَٱللَّهُ سَرِيعُ ٱلۡحِسَابِ
{૯૭. જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, (જેમાંથી એક) મકામે ઇબ્રાહીમ છે, તેમાં જે આવી જાય સુરક્ષિત થઇ જાય છે, અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે.} (આલિ ઇમરાન
: 97).
[سورة آل عمران
] • 97
فِيهِ ءَايَٰتُۢ بَيِّنَٰتٞ مَّقَامُ إِبۡرَٰهِيمَۖ وَمَن دَخَلَهُۥ كَانَ ءَامِنٗاۗ وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلۡبَيۡتِ مَنِ ٱسۡتَطَاعَ إِلَيۡهِ سَبِيلٗاۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ
{૯૫. હે ઈમાનવાળાઓ! તમે અહેરામની સ્થિતિમાં હોવ તો શિકાર ન કરો, જે વ્યક્તિ તમારા માંથી જાણી જોઇને કતલ કરશે તો તેના પર ફિદયો આપવો જરૂરી છે, જે શિકાર કરેલ જાનવર બરાબર હોવું જોઇએ, જેનો નિર્ણય તમારા માંથી બે ભરોસાપાત્ર વ્યક્તિ કરશે, અને તે જાનવર કઅબતુલ્લાહ પાસે કુરબાન કરવામાં આવે, અથવા થોડાક લાચારોને ખવડાવવું, અથવા તેના બરાબર રોઝા રાખવા, તેનો કફફારો છે, આ એટલા માટે કે પોતાના કામની સજા ચાખે, જે કંઈ આ આદેશ પહેલા થઈ ગયું, તેને અલ્લાહએ માફ કરી દીધું અને જે કોઈ હવે કરશે તો અલ્લાહ તઆલા તેને સજા આપશે અને અલ્લાહ વિજયી છે અને બદલો લેવાની તાકાત ધરાવે છે.} (અલ્ માઇદહ
: 95).
[سورة المائدة
] • 95
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡتُلُواْ ٱلصَّيۡدَ وَأَنتُمۡ حُرُمٞۚ وَمَن قَتَلَهُۥ مِنكُم مُّتَعَمِّدٗا فَجَزَآءٞ مِّثۡلُ مَا قَتَلَ مِنَ ٱلنَّعَمِ يَحۡكُمُ بِهِۦ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ هَدۡيَۢا بَٰلِغَ ٱلۡكَعۡبَةِ أَوۡ كَفَّٰرَةٞ طَعَامُ مَسَٰكِينَ أَوۡ عَدۡلُ ذَٰلِكَ صِيَامٗا لِّيَذُوقَ وَبَالَ أَمۡرِهِۦۗ عَفَا ٱللَّهُ عَمَّا سَلَفَۚ وَمَنۡ عَادَ فَيَنتَقِمُ ٱللَّهُ مِنۡهُۚ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ
{૧૯. શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તેના વ્યક્તિના કામ જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે અને અલ્લાહના માર્ગમાં જિહાદ કરે? અલ્લાહની નજીક તેઓ સમાન નથી, અને જાલીમોને અલ્લાહ હિદાયતનો માર્ગ નથી બતાવતો.} (અત્ તૌબા
: 19).
[سورة التوبة
] • 19
۞ أَجَعَلۡتُمۡ سِقَايَةَ ٱلۡحَآجِّ وَعِمَارَةَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ كَمَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَجَٰهَدَ فِي سَبِيلِ ٱللَّهِۚ لَا يَسۡتَوُۥنَ عِندَ ٱللَّهِۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ
{૩૭. અલ્લાહ તઆલાની પાસે કુરબાનીનું માંસ નથી પહોંચતું, ન તેમનું લોહી, પરંતુ તેની પાસે તો તમારો તકવો પહોંચે છે, આવી જ રીતે અલ્લાહ તઆલાએ તે ઢોરોને તમારા વશમાં કરી દીધા છે. જેથી અલ્લાહએ તમને જે માર્ગદર્શન આપ્યો છે, (તેનો આભાર માનતા) તેની પ્રશંસાનું વર્ણન કરો અને (હે નબી!) સદાચારી લોકોને ખુશખબર આપી દો.} (અલ્ હજ્
: 37).
[سورة الحج
] • 37
لَن يَنَالَ ٱللَّهَ لُحُومُهَا وَلَا دِمَآؤُهَا وَلَٰكِن يَنَالُهُ ٱلتَّقۡوَىٰ مِنكُمۡۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمۡ لِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡۗ وَبَشِّرِ ٱلۡمُحۡسِنِينَ