જે વ્યક્તિએ લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહ્યું, અને અલ્લાહ સિવાય જે વસ્તુની પણ ઈબાદત કરવામાં આવે તેનો ઇન્કાર કર્યો, તો તેનો માલ અને પ્રાળ સુરક્ષિત થઈ જશે અને તેનો હિસાબ અલ્લાહ ના હવાલે રહેશે...
તારીક બિન અશયમ અલ્ અશ્જઇ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિએ લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહ્યું, અને અલ્લાહ સિવાય જે વસ્તુની પણ ઈબાદત કરવામાં આવે તેનો ઇન્કાર કર્યો, તો તેનો માલ અને પ્રાળ સુરક્ષિત થઈ જશે અને તેનો હિસાબ અલ્લાહ ના હવાલે રહેશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
નબી ﷺ એ જણાવ્યું જે વ્યક્તિ પોતાની જબાન વડે ગવાહી આપે, «લા ઇલાહ ઇલ્લલ્લાહ», અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, અને તે અલ્લાહ સિવાય અન્યની કરવામાં આવતી ઈબાદતનો ઇન્કાર કરે, તેમજ ઇસ્લામ સિવાય અન્ય ધર્મોથી પણ અળગો રહે, તો મુસલમાનો પર તેના માલ અને તેના પ્રાળની સુરક્ષા કરવી જરૂરી બની જાય છે, આપણે ફક્ત તેના જાહેર કાર્યોને જોઈશું, અર્થાત્ ન તો તેનો માલ હડપવામાં આવશે ન તો તેના પ્રાણ લેવામાં આવશે, પરંતુ જઓ તે કોઈ એવો અપરાધ કરે જેના પર ઇસ્લામના આદેશો અનુસાર તેને સજા આપવી પડે તો આપી શકાય છે.
કયામતના દિવસે અલ્લાહ તઆલા તેનો દોસ્ત બની જશે, જો તે સાચો હશે તો અલ્લાહ તેને બદલો આપશે અને જો તે મુનાફિક (ઢોંગી) હશે તો તેને અઝાબ આપવામાં આવશે.
Hadeeth benefits
લા ઇલાહ ઇલ્ લલ્લાહ જબાન વડે કહેવું અને અલ્લાહ સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવતી હોય તેનો ઇન્કાર કરવો ઇસ્લામમાં પ્રવેશ થવાની શરત છે.
(લા ઇલાહ ઇલ્ લલ્લાહ) નો અર્થ, અલ્લાહ સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવે છે, મૂર્તિપૂજા, કબરપૂજા વગેરેનો ઇન્કાર કરવો અને ફક્ત પવિત્ર અલ્લાહની જ ઈબાદત કરવી.
જે વ્યક્તિ પણ તૌહીદનો એકરાર કરે, અને જાહેરમાં પણ અલ્લાહની શરીઅત (આદેશો) નું પાલન કરે, તો તેને તકલીફ આપવાથી બચવું જોઈએ, જ્યાં સીધી તે કોઈ એવું કાર્ય ન કરે જે અલ્લાહની શરિઅત વિરુદ્ધ હોય.
અયોગ્ય રીતે કોઈ મુસલમાનની જાન, માલ અને ઇઝ્ઝત સાથે છેડછાડ કરવી હરામ છે.
દુનિયામાં નિર્ણય જાહેર કાર્યો જોઈ કરવામાં આવશે, પરંતુ આખિરતમાં નિયત અને હેતુઓ જોઈ નિર્ણય કરવામાં આવશે.
Share
Use the QR code to easily share the message of Islam with others