જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે...
અનસ બિન મલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર સાથે હતા, નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ફરી નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ત્રીજી વખત આમ કહેતા પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે», મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબર આપી દઉં? નબી ﷺ એ કહ્યું: «લોકો આના પર જ ભરોસો કરી લેશે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુના સમયે ઇલ્મ છુપાવી લેવાના મોટા ગુનાહથી બચતા આ હદીષ લોકોને જણાવી દીધી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર બેઠા હતા, નબી ﷺ એ તેમનું નામ લઈ ત્રણ વખત કહ્યું: હે મુઆઝ ! નબી ﷺ એ તેમણે ત્રણ વખત એટલા માટે સંબોધિત કર્યા કે આગળ જે વાત કહેવામાં આવી રહી છે તે મહત્વની છે.
અને ત્રણેય વખત નબી ﷺ ને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ જવાબ આપ્યો: હું હાજર છું, હું તમારાથી ખુશ છું, હું તમને જવાબ આપી રહ્યો છું, હે અલ્લાહના રસૂલ ! અને તમારા જવાબ આપવા પર મને ખુશી થઈ રહી છે.
નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી, અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને આ ગવાહી સાચા દિલથી આપે, જૂઠું બોલ્યા વગર, અને તે તેજ સ્થિતિમાં મૃત્યુ પામે તો જહન્નમની આગ તેના પર હરામ થઈ જશે.
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! લોકોને આ ખુશખબર જણાવી દઉં, જેથી લોકો ખુશ થાય અને લોકો આ સાંભળી રાજી થઈ જશે?
નબી ﷺ ડરી ગયા કે ક્યાંક લોકો આ વાત પર જ ભરોસો ન કરી લે અને અમલ કરવાનું ઓછું ન કરી દે.
તો મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ સુધી કોઈને આ વાત ન જણાવી, મૃત્યુના સમયે ઇલ્મ છુપાવવાના ગુનાહના કારણે જણાવી દીધી.
Hadeeth benefits
નબી ﷺ નું સાદગી ભર્યું જીવન કે નબી ﷺ એ પોતાની સવારી પર મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ ને બેસાડ્યા.
નબી ﷺ નો શિક્ષા આપવાનો તરીકો, કે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુનું ધ્યાન પોતાની તરફ કરવા માટે વારંવાર એક જ શબ્દો કહેતા રહ્યા, જેથી કરીને જે વાત નબી ﷺ કહેવા જઈ રહ્યા છે, તેને ધ્યાનથી સાંભળે.
શહાદતની ગવાહી આપવા માટેની એક શરત: કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, આ ગવાહી આપનાર વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ યકીન સાથે ગવાહી આપે, જૂઠી ગવાહી અને શંકા કર્યા વગર.
તૌહીદ પરસ્ત (એકેશ્વરવાદી) હમેંશા માટે જહન્નમમાં નહીં રહે, જો કદાચ તેઓ તેમાં પોતાના ગુનાહોના કારણે જહન્નમમાં દાખલ પણ થઈ જાય તો પાક થયા પછી તેને કાઢી લેવામાં આવશે.
આ હદીષમાં જે વ્યક્તિ સાચા દિલથી ગવાહી આપે કે અલ્લાહ એકલો જ સાચો ઇલાહ (પૂજ્ય) છે અને મોહમ્મદ ﷺ અલ્લાહના પયગંબર છે, તે ગવાહી આપનારની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે.
કેટલીક પરિસ્થિતિમાં કેટલીક હદીષો વર્ણન ન કરવી જાઈઝ છે, જ્યારે તેને વર્ણન કરવાથી કોઈ નુકસાનનો ભય ન હોય.
Share
Use the QR code to easily share the message of Islam with others