અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામના પાંચ સ્તંભો વર્ણન કરતા એક નક્કર માળખા સાથે સરખાવ્યું, જે તે બંધારણને સમર્થન આપે છે, અને ઇસ્લામની બાકીની લાક્ષણિકતાઓ બંધારણની પૂર્ણતા દર્શાવે છે, તે પાંચ સ્તભો માંથી પહેલું: શહાદતાન (બે ગવાહી આપવી): પહેલી ગવાહી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને આ બન્ને ગવાહી એક જ રુકન છે, એકને બીજાથી અલગ કરવામાં ન આવે, બંદો બન્ને ગવાહી જબાન વડે કહેશે, અલ્લાહ ફક્ત એક જ છે, અને તે જ ઈબાદતને લાયક છે, તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી આ વાત સમજીને કહેશે, તેની લાક્ષણિકતાઓને પુરી કરશે અને મોહમ્મદ ﷺ ની પયગંબરીનો સ્વીકાર કરી તેમના અનુસરણ કરશે. બીજો રુકન: નમાઝ કાયમ કરવી, દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ અદા કરવી: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઈશા, તેની શરતો, રુકનો અને તેના વાજિબ કાર્યો સાથે યાદ કરવી. ત્રીજો રુકન: ફર્ઝ ઝકાત કાઢવી, માલ વડે કરવામાં આવતી ફર્ઝ ઈબાદત, તે દરેક માલ, જે શરીઅતે નક્કી કરેલ સમય અને પ્રમાણ સુધી પહોંચી જાય, તે માલ કાઢી અને તેના હકદાર સુધી પહોંચાડવો. ચોથો રુકન: હજ કરવી, તે અલ્લાહની ઈબાદત માટે હજના જરૂરી કાર્યો અદા કરવા માટે મક્કહ શરીફનો સફર કરવો. પાંચમો રુકન: રમઝાન મહિનાના રોઝા, અલ્લાહની ઈબાદત કરવાની નિયત કરી
ખાવાપીવાથી રુકી જવું, તેમજ જેનાથી રોઝો તૂટી જાય તેનાથી રુકી જવું, ફજરથી લઈ કે સૂર્યાસ્ત સુધી.
Hadeeth benefits
બન્ને ગવાહી જરૂરી છે: એકને છોડીને બીજાની ગવાહી અપાવી યોગ્ય નહીં ગણાય, બન્ને ગવાહીનો એક જ રુકનમાં સમાવેશ થાય છે.
બન્ને ગવાહી દીનનું મૂળ છે, તેના સિવાય કોઈ વાત કે અમલ માન્ય નહીં ગણાય.
Share
Use the QR code to easily share the message of Islam with others